અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ નવસારીની વિવિધ અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત સાથે પ્રશ્નોની રજૂઆત
NAVSARI | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ નવસારીની વિવિધ અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત સાથે પ્રશ્નોની રજૂઆત
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નવસારી જીલ્લાના હોદ્દેદાર મિત્રોએ નવસારી જિલ્લામાં નવનિયુક્ત કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન શિક્ષકોના વિવિધ પ્રશ્નોની રજૂઆત નીડરતાથી કરી. સાથે જૂન 1 થી શરૂ થનારી વસ્તી ગણતરી બાબતે સુપરવાઇઝર અને ગણતરીદારના ઓર્ડરમાં થયેલ વિસંગતતા ની માહિતી માનનીય ડીડીઓ સાહેબ અને માનનીય કલેકટર સાહેબના ધ્યાને અપાવી .અને બાળકોના અને શાળાના વિશાળ શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી કેન્દ્ર શિક્ષક અને મુખ્ય શિક્ષક મિત્રોને સદર કામગીરી માંથી રાહત આપવા રજૂઆત કરી. આ સાથે અધિકારીઓ શ્રીઓ જે તે તાલુકાના ચાર્જ અધિકારી સાથે વાત કરી યોગ્ય નિરાકરણ આપવા જણાવેલ છે.