૧૫ મી ગુજરાત સ્ટેટ વાડો-કાઈ કરાટે ચેમ્પીયનશીપ-૨૦૨૬ નું આયોજન*
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
રમતજગત
૧૫ મી ગુજરાત સ્ટેટ વાડો-કાઈ કરાટે ચેમ્પીયનશીપ-૨૦૨૬ નું આયોજન*
સોમનાથ ખાતે આવેલ સાગર દર્શન ઓડીટોરીયમ ખાતે ૧૫ મી ગુજરાત સ્ટેટ વાડો-કાઈ કરાટે ચેમ્પીયનશીપ-૨૦૨૬ નું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર રાજ્યમાંથી આશરે પુરુષ અને સ્ત્રી કેટેગરીના કુલ ૫૫૦+ સ્પર્ધકોએ તેમજ ૧૫ જજ અને વિવિધ જિલ્લાના ૨૦ જેટલા કોચ અને ટ્રેનરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં આ સ્પર્ધામાં રાજકોટ જિલ્લાની આધ્યા કરાટે એકેડમીના કોચ શ્રી ચેતન સરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આરવ પ્રજાપતિ, હિયા ટંકારીયા, ધનશ્રી રામાણી, કેવિલ સરવૈયાએ કુમિતી(ફાઈટ)માં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડમેડલ મેળવેલ છે જ્યારે જય મેતા, જૈનેશ કનોજીયા, આધ્યા ટંકારીયા, મિહિર જોષી, નમસ્યા જોષી તેમજ હેત શીંગાળા બીજોએ અને ત્રીજો ક્રમ મેળવેલ છે. ઉક્ત તમામ વિધ્યાર્થીઓએ કાતામાં પણ રેન્ક મેળવેલ છે. આમ ઉક્ત તમામએ કુમિતિ (ફાઈટ) અને કાતા એમ બંને સ્પર્ધામાં રેન્ક મેળવી એકેડમી, શાળા પરિવાર તથા સમાજનું ગૌરવ વધારેલ છે.